તંત્રીલેખ
*******
બ્રિક્સને પીએમ મોદીનો મોટો સંદેશ;
***************
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિક્સ (BRICS) સમિટમાં મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. બ્રિક્સ, જેમાં બ્રાઝિલ, રશિયા, ઈન્ડિયા, ચાઈના અને સાઉથ આફ્રિકા સામેલ છે, એ વિશ્વના વિકાસશીલ દેશો માટે મહત્વપૂર્ણ ફોરમ છે.
બ્રિક્સની શિખરમાં પીએમ મોદીએ બ્રીક્સનાં દેશોને મહત્વનાં ખનિજોની સપ્લાય ચેનને સુરક્ષિત કરવા અનુરોધ કર્યો હતો. તેમણે ગ્લોબલ AI ધોરણોનું પાલન કરવા અને તેને જાળવવા તેમજ ગ્લોબલ સાઉથને સપોર્ટ કરવા-બ્રિક્સ દેશોને હાકલ કરી હતી. બ્રિક્સ સાયન્સ રેપોઝીટરીની પહેલ કરવા તેમજ ઈન્ડિયા AI ઈમ્પેક્ટ સમિટ માટે અનુરોધ કર્યો હતો. મોદીએ કહ્યું કે બિક્સનાં દેશોએ મહત્વનાં ખનિજો માટે સપ્લાય ચેન જાળવી રાખવા અને ટેકનોલોજીને સુરક્ષિત કરવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે કોઈપણ દેશ આવા ખનિજોનો પોતાનાં સ્વાર્થ માટે ઉપયોગ ન કરે તે જોવાની તમામ દેશોની ફરજ છે. આવા ખનિજોનો અન્ય દેશો સામે હથિયાર તરીકે ઉપયોગ કરી શકાય નહીં.
મોદીએ બહુપક્ષવાદ, નાણાકીય બાબતો તેમજ AIનાં સંદર્ભમાં સભ્ય દેશોને પારદર્શકતા જાળવવા તેમજ ખનિજોનાં દુરુપયોગને રોકવા તેમજ AIનો ઉપયોગ માટે વૈશ્વિક ધોરણો ઘડવા પર ભાર મુક્યો હતો. ચીન દ્વારા તાજેતરમાં કેટલાક મહત્વનાં ખનિજોની નિકાસ પર નિયંત્રણો લાદયા છે તેમજ આ માટે નોનટ્રાન્સપરન્ટ નીતિ અપનાવી છે તેથી મોદીએ ચીનની નીતિની ટીકા કરી હતી. મહત્વનાં ખનિજોમાં લિથિયમ, નિકલ અને ગ્રેફાઈટનો સમાવેશ થાય છે જેને ઉચ્ચ કક્ષાની ટેકનોલોજી માટે તેમજ ઈલેકટ્રિક વાહનો બનાવવા તેમજ ડ્રોન બનાવવા અને બેટરી સ્ટોરેજ માટે ઉપયોગમાં લેવાય છે. ચીનનું આવા ખનિજોમાં પ્રભુત્વ છે.
બ્રિક્સનાં દેશોને સંબોધતા મોદીએ કહ્યું હતું કે પહલગામ હુમલો એ ભારતની ધરતી, તેની ઓળખ તેમજ અસ્મિતા અને તેનાં ગૌરવ પરનો સીધો હુમલો હતો. આતંકીઓને શરણ આપતા અને ફંડ આપતા દેશોને શિક્ષા કરવા મોદીએ માંગણી કરી હતી. આતંકીઓને કોઈપણ સ્વરૂપે મદદ કરવાનું કોઈપણ રીતે ચલાવી લેવાય નહીં આવા ટેરરિસ્ટો પર પ્રતિબંધો લાદવા જોઈએ. બ્રિક્સ દેશોએ પહેલગામ હુમલાને વખોડી કાઢ્યો હતો અને તેની આકરી નિંદા કરી હતી
મોદીએ બ્રિક્સ દેશોને આર્થિક વિકાસ અને ટેકનોલોજીકલ સહયોગ વધારવા માટે એકતા જાળવવાનો આગ્રહ કર્યો. તેમણે જણાવ્યું કે, બ્રિક્સ દેશો સાથે મળીને વૈશ્વિક પડકારોનો સામનો કરી શકે છે.
પીએમ મોદીએ વિશ્વમાં શાંતિ અને સ્થિરતા જાળવવા માટે બ્રિક્સની ભૂમિકા મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું. તેમણે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત હંમેશાં શાંતિ અને સંવાદ માટે પ્રતિબદ્ધ છે.
તેમણે નવી ટેકનોલોજી, ડિજિટલ ઇકોનોમી, ક્લાઈમેટ ચેન્જ અને હેલ્થકેર જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
બ્રિક્સ દેશોની શિખર પરિષદમાં વર્ચ્યુઅલી હાજર પં રહેનાર રશિયાનાં રાષ્ટ્રપતિ પુતિને બ્રિક્સ દેશોને ડોલરમાં નહીં પણ લોકલ કરન્સીમાં વેપાર કરવા ન અનુરોધ કર્યો છે. તેમણે બ્રિક્સ દેશો વચ્ચેનાં વેપારમાં જે મ તે દેશની રાષ્ટ્રીય કરન્સીનો ઉપયોગ વધારવા હાકલ કરી 1 છે. બ્રિક્સ પ્લેટફોર્મ પર એક સ્વતંત્ર સેટલમેન્ટ સિસ્ટમ ઊભી કરીને આવી રીતે વેપાર કરી શકાય તેવી દરખાસ્ત તેમણે કરી છે. આને કારણે બ્રિક્સના સભ્ય દેશો વચ્ચે લેવડદેવડ ઝડપી બનશે અને વધુ કુશળતાથી સુરક્ષિત પેમેન્ટ સિસ્ટમ વિકસાવી શકાશે તેવી રજૂઆત તેમણે કરી છે. જો બ્રિક્સના દેશો ડૉલરને બદલે આવી લોકલ કરન્સીમાં પેમેન્ટ સિસ્ટમ વિકસાવે તો અમેરિકાને મોટો
ફટકો પડી શકે છે. આમ પુતિનની અપીલથી અમેરિકાનાં પેટમાં તેલ રેડાયું છે. આનાથી ટ્રમ્પ વિફર્યા છે. બ્રિક્સ દેશો માટેનો આ પ્રસ્તાવ ડી - ડોલરાઈઝેશન માટેનો વૈશ્વિક પ્રયાસ છે. જેનો હેતુ આંતરરાષ્ટ્રીય વેપારમાં ડૉલર પરની નિર્ભરતા ઘટાડવાનો છે. બીજી બાજુ આ સિસ્ટમ અપનાવવામાં આવે તો સભ્ય દેશો ચીનનાં યુઆન, ભારતનો રૂપિયો અને રશિયાનાં રૂબલમાં ખરીદવેચાણ કરી શકશે. બ્રિક્સમાં હાલ ૧૧ દેશો સભ્ય છે અને બીજા ૩૦ દેશ સભ્ય બનવા માંગે છે. આવા સંજોગોમાં ડૉલરમાં વેપાર ઘટવાથી ડૉલરની વૈશ્વિક માંગમાં ઘટાડો થઈ શકે છે. આમ ડૉલરનું મૂલ્ય ઘટી શકે છે. અમેરિકાને મળતા આર્થિક તેમજ ભૌગોલિક લાભ ઘટી શકે છે.
પીએમ મોદીએ જણાવ્યું કે, ભારત બ્રિક્સના ભાગરૂપે વિશ્વના વિકાસશીલ દેશોની અવાજ બનવા માટે પ્રતિબદ્ધ .છે.
સુરેશ ભટ્ટ
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें