Translate

रविवार, 6 जुलाई 2025

રાજેન્દ્રસિંહ રાણા , ભાજપ ના માજી સાંસદ , સફળ શિક્ષણવિદ , પ્રખર વિદ્વાન, બાહોશ વક્તા નો એક ચિંતન લેખ ,

 રાજેન્દ્રસિંહ રાણા , ભાજપ ના માજી સાંસદ , સફળ શિક્ષણવિદ , પ્રખર વિદ્વાન, બાહોશ વક્તા નો એક ચિંતન લેખ , 





બળકો જ્યારે  શોભનીય વર્તન કે વ્યવ્હાર કરે ..

ત્યારે  તમારા ..32 દાંત બતાવી હસવાનું ન રાખો.

તમારા 32 દાંત જોઈ બાળક વધારે પ્રોત્સાહિત થાય છે..


50 થી 60 વર્ષ પહેલાં ઘરમાં એક પ્રકારની મમ્મીની કે પપ્પાની ધાક હતી...સ્કૂલ મા શિક્ષકો ની ધાક હતી..


ઘરમાં માઁ બાપનો હાથ અને સ્કૂલમાં ટીચરની લાકડી ઉપડતી જ્યારથી બંધ  થઈ ત્યાર થી પોલીસ ની લાકડીઓનો માર વધી ગયો...ભાષા ઉપર નું નિયંત્રણ જતું રહ્યું...


એવું ન વિચારતા એ સમયે વડીલોને બાળકો ઉપર પ્રેમ ન હતો. અરે પ્રેમ તો એટલો હતો કે એ સમયે ઘરડાઘર નું પ્રમાણ નહીવત જેવું હતું હવે દરેક ચાર રસ્તે ઘરડાઘર ખુલવા લાગ્યા છે...

કુમાળા મગજ માં બાવળ વાવી કેરી ની અપેક્ષા કેવી રીતે રખાય...?


ડિસિપ્લિન ઘરથી અને ઘડતર સ્કૂલ થી ચાલુ થાય છે. જેનો સ્પષ્ટ અભાવ સમાજવ્યવસ્થા ઉપર આજે દેખાઇ રહ્યો છે....


સમય પ્રમાણે ઘરમા આવી જવું. વડીલો સાથે સભ્યતાથી વર્તન વ્યવહાર કરવો.. ઘર ની બહાર નીકળીયે ત્યારે આંખ ના ઈશારાથી કંટ્રોલ કરવાની રીત માઁબાપ ની અનોખી હતી. બહાર તોફાન કરતા બાળકો પણ આંખની ભાષા ઉપર સમજી  લેતા. ઘરે પહોંચ્યા પછી..માર પડવા નો...


આજે બાળકોને બોલવાનું કોઈ ભાન નથી હોતું.  નાના મોટા નું કોઈ જ્ઞાન નથી..


કોઈ ના ઘરે સોફા, ફર્નિચર ઉપર કુદતા અથવા ઘરમાં કોઈ પણ જાત નું નુકશાન કરતા બાળકોને તેના માઁ બાપ રોકતા નથી..અથવા નજર અંદાજ કરતા હોય છે....

માઁ બાપના આવા વિચિત્ર વર્તન થી ઘણી વખત સામેની વ્યક્તિ દુઃખી થાય છે. અથવા તેમના બાળકોને ઠપકો તેમના માઁ બાપ ને બદલે પોતે આપવો પડે છે...


બાળકોના ખરાબ વર્તન વ્યવહાર ઉપર હસી તાળીઓ પાડી તેને પ્રોતસહિત કરતા માઁ બાપ એજ બાળકો પાસે ઘડપણમાં સારા વર્તન વ્યવહાર ની અપેક્ષા રાખતા હોય છે...


મહેમાન આવ્યા હોય ત્યારે તેની સામે સેક્સી ડાન્સ કરાવી પોતાની જાત ને ફોરવર્ડ સમજતા માઁ બાપ પોતાના બાળકો ને ગાયત્રી મંત્ર..કે હનુમાન ચાલીસા બોલતાં પણ શીખવાડતાં નથી..


આધુનિકતાની દોડ પોતાના બાળકોને સર્વ શ્રેષ્ઠ બનાવવાની હરીફાઈમાં સંસ્કૃતિ ને લાજે તેવું વર્તન માઁ બાપ કરવા લાગ્યા છે...


સમય સાથે આધુનિકતા સ્વીકારવી જોઈયે પણ આધુનિકતાના નામે બાળકો ને સ્વચ્છંદી બનાવી આપણે આપણા પગ ઉપર કુહાડો નથી મારતા ને ?


અમારા ઘરે...આવેલ એક બાળક આખા ઘર માં ફરીને બોલ્યો.

અંકલ તમારી પાસે LCD TV નથી..અમારા જેવું..મોટું ફ્રીજ નથી ફોન નથી, કાર છે? 

મેં કીધું નથી...

એટલે  એ બાળક બોલ્યો, અંકલ

તો પછી તમે ગરીબ છો...


બેશરમ તેમના માઁ બાપ તેને વાળવાને બદલે હસવા લાગ્યા...


મેં કીધું....બેટા... તારા ઘર મા પૂજા નો રૂમ છે.?


એ બાળક એ તેના મમ્મી પપ્પા સામે જોઈ બોલ્યો.... પૂજા રૂમ ?...એ કેવો હોય...


મેં કીધું આવ બેટા ..તને બતાવું....

પૂજા નો રૂમ જોઈને એ બોલ્યો... ના આવો કોઈ રૂમ અમારે ત્યાં નથી...


બેટા, જેના ઘર માં ભગવાનનું સ્થાન નથી, એ દુનિયાની સૌથી વધુ ગરીબ વ્યક્તિ કહેવાય. પૂછી લે તારા મમ્મી પપ્પા..ને...


બાળક અને તેના મમ્મી પપ્પા નીચી મૂડી કરી સાંભળી રહ્યા....


મિત્રો..

પોપટ બોલે ઘર ની વાણી.. તમે જેવું..બોલો..તેવું તમારા બાળકો બોલે.....કુમળો છોડ હોય ત્યારે જેમ વાળો તેમ વળે..એ યાદ રાખવું...એક વખત જીભ અને હાથ છૂટો થયો પછી તેને રોકવો..મુશ્કેલ છે..


વેદના સાથે 


- રાજેન્દ્રસિંહ રાણા 

ભાવનગર

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें

ऐसी जानकारी बार-बार नहीं आती, और आगे भेजें, ताकि लोगों को सनातन धर्म की जानकारी हो  सके आपका आभार धन्यवाद होगा 1-अष्टाध्यायी               प...